'જાકો રાખે સાંઇયા, માર સકે ના કોઈ' કહેવત બોલતા તો તમે ઘણા લોકોને સાંભળ્યા હશે. રાજસ્થાનના નાગૌરમાં આવી જ એક ઘટના બની છે, જેને માનવી મુશ્કેલ છે. ભયંકર અકસ્માતનો ભોગ બનેલી કાર જોતજોતામાં 8 ગુલાંટી મારી ગઈ. પરંતુ ચમત્કાર એ હતો કે કારમાં બેઠેલા 5 લોકોમાંથી કોઈને સહેજ પણ ઈજા નથી થઈ. આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે અને લોકો તેને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે.
સી.એચ.વિદ્યાલય દ્વારા આનંદના મેળાનું આયોજન સોશિયલ મીડિયા પર અમારી સાથે જોડાવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો..
તાજેતરમાં વાસદમાં આવેલી એસ.વી.આઈ.ટી ખાતે સ્પેશિયલ બાળકો માટે યુનિફાઇડ ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિફાઇડ સ્પોર્ટ્સમાં સ્પેશીયલ એથ્લીટસની સાથે પાર્ટનર તરીકે નોર્મલ એથ્લીટસ હોય છે. અને આ બંને ખેલાડીઓની ટીમ આવી જ એક ટીમ સાથે સ્પર્ધા કરે છે. ત્યારે આ યુનિફાઇડ ટેબલ ટેનિસ સ્પર્ધામાં 40થી પણ વધુ એથ્લિટસે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં BRG ગ્રુપના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડૉ. અર્જુનસિંહ મકવાણા, નેશનલ પેરા એથલીટ રાકેશ મોદી સ્પેશીયલ ઓલમ્પિક ગુજરાતના ટ્રસ્ટી જીગ્નેશ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાની અંતે સર્વે વિજેતા ખેલાડીઓને એસ.વી.આઈ.ટી સંસ્થાના હેડ દ્વારા મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન ડૉ.વિકાશ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ ભાસ્કર પટેલ, ઉપાધ્યક્ષ શંભુ પટેલ, મંત્રી ભાવેશ પટેલ, ખજાનચી કિશોર પટેલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિપક પટેલ, આચાર્ય ડૉ.ડી.પી. સોની, પ્રોગ્રામ ઓફિસર ડૉ.વિકાશ અગ્રવાલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અને યુનિફાઇડ એથ્લેટ્સને તેમની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા. અને દિવ્યાંગજનો એમના જીવનમાં આગળ સફળ થાય એવી શુભકામના પાઠવી હતી.
ગઈકાલે ૩૧મી ડિસેમ્બરની ઉજવણીને લઈને છેલ્લા બે દિવસથી વડોદરા શહેર પોલીસ કડક બંદોબસ્ત અને વાહન ચેકીંગ માટે જોતરાઈ હતી. જેમાં ગઈકાલે ૩૧મી ડિસેમ્બરની રાત્રે પણ વડોદરા શહેર પોલીસ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ કર્યું હતું. અને કાર્યવાહી કરી હતી. ત્યારે પોલીસની આ કામગીરી અંગે વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારે પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપી હતી. વડોદરા શહેર પોલીસ દ્વારા આ કામગીરી દરમ્યાન દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા કેટલાક વાહન ચાલકોને સયાજી હોસ્પિટલ ખાતે મેડીકલ તપાસ માટે પણ લઈ જવામાં આવ્યા હતા. જે અંગે સયાજી હોસ્પિટલનાં RMO ડો.હિતેન્દ્ર ચૌહાણે વધુ માહિતી આપી હતી.
શહેર પી સી બી એ ખેડા જીલ્લાના મહેમદાવાદની સનમ પાર્ક સોસાયટીમાં રહેતા જાફર અનવરભાઇ મનસુરી તથા સલમાન ગુલામનબી વ્હોરાની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ અને સુરત જેલમાં મોકલી આપ્યા છે. આ બન્નેએ તરસાલી વિજય નગર સોસાયટીના ગાર્ડન બહારથી એક મહિલાને મુસાફર તરીકે બેસાડી હતી અને મહિલાને વાતોમાં પરોવી ગળામાંથી કટર વડે સોનાની ચેન કાપી લીધી હતી. ત્યારબાદ મહિલાને રિક્ષામાંથી ઉતારી દીધી હતી. ૩૫ હજારની ચેનની ચોરી અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આવી જ રીતે આ બન્નેએ અન્ય એક મહિલાના ગળામાંથી ૩૦ હજારની ચેન ચોરી લીધી હતી. જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જાફરએ સિટી, ગોત્રી, અમદાવાદ શહેરના મણીનગર અને ખેડા જીલ્લામાં પણ ગુન્હાને અંજામ આપ્યા છે તેવી જ રીતે સલમાને પાદરા તેમજ કાલોલ પોલીસ મથકની હદમાં આવા ગુન્હા કર્યા છે
એમ એસ યુનિવર્સિટી દ્વારા સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી દિવસ નિમિત્તે સાયન્સ ફેકલ્ટી ખાતે આવેલી સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને રાજમાતા અને યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીની રાજે ગાયકવાડ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી જેમાં વાઇસ ચાન્સલર ડૉ વિજયકુમાર શ્રીવાસ્તવ, રજીસ્ટ્રાર ડોક્ટર કે .એમ ચુડાસમા, સાયન્સ ફેકલ્ટીના ડીન હરી કટારીયા , જુદી જુદી ફેકલ્ટીના ડીન સહિત પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા અને તમામે મહારાજા સર સયાજીરાવની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ સાથે એમ એસ યુનિવર્સિટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના જાજરમાન ઈતિહાસ સાથે તારીખ ૩ જાન્યુઆરીનું વિશેષ મહત્વ રહ્યું છે. વડોદરાના રાજવી પરિવાર દ્વારા દત્તક લેવાયેલાં સર સયાજીરાવ ગાયક્વાડ ત્રીજાના અભુતપૂર્વ શાસનકાળના ૬૦ વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરુપે તારીખ ૩ જાન્યુઆરી ૧૯૩૬ના રોજ વડોદરામાં હિરક મહોત્સવની રંગારંગ ઉજવણી થઈ હતી. આ દિવસે મહારાજા સયાજીરાવ ગાયક્વાડની હાથી ઉપર સોનાની અંબાડીમાં શહેરમાં શોભાયાત્રા નીકળી હતી. અને ૧૦ દિવસ સુધી હિરક મહોત્સવની ઉજવણી ચાલી હતી. આ અવસરને આજે ૨૦૨૫માં ૮૯ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે.
MSU દ્વારા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ
વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યંગ ઈન્ડિયા બોલ કાર્યક્રમ અંતર્ગત માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં લકડીપુલ ખાતે આવેલ વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે યંગ ઈન્ડિયા બોલ પ્રોગ્રામ અંતર્ગત માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદ દરમ્યાન યંગ ઇન્ડીયા બોલનાં પોસ્ટરનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાયૅકારી પ્રમુખ પવન ગુપ્તા અને વડોદરા યુવા કોંગ્રેસના પ્રવક્તા ફાલ્ગુન સોરઠીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી પૂરી પાડી હતી.
ભાજપના પૂર્વ કાઉન્સીલર રાજેશ આયરે તેમજ પરિવારના માતૃશ્રી સ્વર્ગસ્થ લીલાબેન વસંતરાવ આયરેના પુણ્યસ્મરણ દિવસે કૈલાશધામ રથનું લોકાર્પણ અને ગંગાસ્વરૂપ વિધવા બહેનોને ધાબળા વિતરણનો કાર્યક્રમ શ્રીરંગ રાજેશ આયરેના માધ્યમથી કરવામાં આવ્યો હતો સ્વર્ગસ્થ માતૃશ્રી લીલાબેન વસંતરાવ આયરે ના પુણ્યતિથિના દિને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવે છે આ વર્ષે પણ ગંગા સ્વરૂપ વિધવા બહેનોને ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્વર્ગસ્થ માતૃશ્રીના મરણાર્થે કૈલાશધામ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકારના દંડક બાળકૃષ્ણ શુક્લ, ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નીશિધ દેસાઈ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમા પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે, જીતેન્દ્ર આયરે, રોનક આયરે સહિત જય સાઈનાથ એજ્યુકેશનની ટીમે ધાબળા વિતરણ કરી પૂજ્ય માતૃશ્રીને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વડોદરા મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. વડોદરા મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 570 જેટલા ચોથા વર્ગના કર્મચારીઓ આજથી હડતાલ પર ઉતર્યા છે. વર્ષોથી આ કર્મચારીઓ તેમને કાયમી કરવાની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે. ત્યારે વારંવાર આંદોલન કર્યા છતાય માત્ર આશ્વાસન આપી કર્મચારીઓને મનાવી લેવામાં આવે છે. ત્યારે આ વખતે ચોથા વર્ગના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે કર્મચારીઓ એકત્ર થયા હતા. અને બેનર પોસ્ટર સાથે સૂત્રોચાર કરી પ્રદર્શન કર્યું હતું. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની છબી સાથે પ્રદર્શન કરતા તમામ કર્મચારીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરીના પટાંગણમાં પહોંચ્યા હતા. અને ત્યારબાદ શાસના અધિકારી અને સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનના ચેમ્બરની બહાર ધારણા પ્રદર્શનની શરૂઆત કરી છે. તો આજથી કર્મચારીઓ હડતાલ પર ઉતરતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કામગીરીને પણ અસર વર્તાશે. શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ અંગે શાસના અધિકારી શ્વેતા પારધીએ અમે કર્મચારીઓને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમ જણાવી પ્રશ્નના ઉકેલ માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે તેમ જણાવ્યું હતું ચોથા વર્ગના કર્મચારીઓના હડતાલ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિધ દેસાઈએ હડતાલ સમસ્યાનું નિરાકરણ નથી. તેમ કહી અમે સમસ્યાના નિરાકરણ માટે પ્રક્રિયા હાથ ધરી દીધી હોવાનું જણાવ્યું હતું.