ગઈકાલે ૩૧મી ડિસેમ્બરની ઉજવણીને લઈને છેલ્લા બે દિવસથી વડોદરા શહેર પોલીસ કડક બંદોબસ્ત અને વાહન ચેકીંગ માટે જોતરાઈ હતી. જેમાં ગઈકાલે ૩૧મી ડિસેમ્બરની રાત્રે પણ વડોદરા શહેર પોલીસ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ કર્યું હતું. અને કાર્યવાહી કરી હતી. ત્યારે પોલીસની આ કામગીરી અંગે વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારે પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપી હતી. વડોદરા શહેર પોલીસ દ્વારા આ કામગીરી દરમ્યાન દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા કેટલાક વાહન ચાલકોને સયાજી હોસ્પિટલ ખાતે મેડીકલ તપાસ માટે પણ લઈ જવામાં આવ્યા હતા. જે અંગે સયાજી હોસ્પિટલનાં RMO ડો.હિતેન્દ્ર ચૌહાણે વધુ માહિતી આપી હતી.