Breaking

કાર્યાલયના નિર્માણમાં સહયોગના દાવા કરી છટકી ગયેલા નેતાઓને પ્રમુખ બનાવાશે..??

ભાજપ વડોદરા જિલ્લાના નવા વંદે કમલમ્ કાર્યાલય ના નિર્માણ માટે સહયોગની બાંહેદારી આપી છટકી ગયેલા કહેવાતાં મોટા નેતાઓ આજે જિલ્લા પ્રમુખ બનવાની ઈચ્છા દર્શાવતા આવા લોકોને પાર્ટી તક આપશે તેવો ચર્ચાનો વિષય કાર્યકરોમાં બન્યો છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના કપુરાઈ ખાતેના ભવ્ય વંદે કમલમ્ કાર્યાલયના નિર્માણ સમયે મોટા ઉપાડે સહયોગની વાત કરનારા કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો અને પૂર્વ હોદ્દેદારોએ સહયોગ આપવાની સમયે મદદ પૂરી પાડી ન હતી. આવા કેટલાક નેતાઓ આજે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ બનવાનું સ્વપ્નું લઈને જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને તેમને પાર્ટી જિલ્લા પ્રમુખ બનાવે તેવી ઈચ્છા દર્શાવી હતી. નોંધનીય છે કે આ નેતાઓમાં જે તે સમયના વર્તમાન પદાધિકારી તેમજ ધનિક વર્ગમાં જે નેતાઓનો સમાવેશ થાય છે તેવા નેતાઓ પણ છે કે જેમણે નિર્માણના સમય સહયોગનો દાવો કર્યો હતો પરંતુ કોઈ પણ પ્રકારનો સહયોગ તેમણે નિર્માણના સમય આપ્યો ન હતો હવે આવા નેતાઓ જ્યારે પાર્ટી પાસે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ બનવા માટેની ઈચ્છા લઈને પહોંચ્યા છે તો પાર્ટી આવા લોકોને તક આપશે તેવી ચર્ચા ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા વર્તુળમાં ચર્ચા રહી છે કેટલાક તો સસ્પેન્ડેડ કાર્યકર્તા તથા હોદ્દેદારો આજે જિલ્લા પ્રમુખ બનવાની ઈચ્છા લઈને પહોંચ્યા હતા તો શું પાર્ટી આ તમામ બાબતો ધ્યાને નહીં રાખે તે પ્રકારની ચર્ચા કાર્યકર્તાઓમાં ચર્ચા રહી છે.

By TNNNEWS GUJARATI | January 04, 2025 | 0 Comments

તાંદલજાની રાઈટ વે સ્કૂલમાં જિલ્લા કક્ષાની બહેનોની ચેસ સ્પર્ધા યોજાઈ

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી રાઈટ વે સ્કૂલમાં ખેલ મહાકુંભ 3.0 જિલ્લા કક્ષા બહેનોની ચેસની સ્પર્ધા યોજાઈ હતી ...તાંદલજા વિસ્તારમાં આવેલી રાઈટ વે સ્કૂલમાં ખેલ મહાકુંભ 3.0 જિલ્લા કક્ષા બહેનોની ચેસની સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા રમતગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસ, જિલ્લાના ચેસ કોચ મૌલિક રાવલ તેમજ સ્કૂલના આચાર્ય અયાઝ સિંધી હાજર રહ્યા હતા. આ ચેસની સ્પર્ધામા અંડર-14-17,ઓપન, 40+, તેમજ 60+ આમ બહેનોમાં કુલ છ કેટેગરીમાં વિભાજિત કરી છે. જિલ્લા કક્ષાની દરેક કેટેગરીમાંથી એક થી ત્રણ વિજેતા ખેલાડી રાજ્ય કક્ષાએ ભાગ લેશે. જ્યારે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી વડોદરા દ્વારા આ સ્પર્ધાની જવાબદારી અરવિંદ પ્રજાપતિને સોંપવામાં આવી છે.

By TNNNEWS GUJARATI | January 18, 2025 | 0 Comments

ડેસરની અંબે વિદ્યાલયમાં બાળકોને મોબાઈલની લત છોડાવવાનો ઉમદા પ્રયાસ

આજના આધુનિક અને ટેકનોલોજીમાં સમયમાં નાના બાળકોમાં મોબાઈલનું ઘેલું લાગ્યું છે ત્યારે ડેસર તાલુકાના વાલાવાવ ચોકડી ઉપર આવેલી અંબે વિદ્યાલયમાં બાળકો દ્વારા બાળકોને મોબાઈલની લત છોડાવવા નાટક રજૂ કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં મોબાઈલ બાળકો માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ રહ્યો છે એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે માતા પિતાએ મોબાઈલ ‌ ઉપયોગ‌ ન કરવા માટે ઠપકો આપતા ‌ બાળકો આપઘાત સુધીનુ પગલું પણ ભરે છે તો બીજી તરફ નાના બાળકો જ્યારે રડતા હોય છે ત્યારે માતા-પિતા બાળકને સમજાવવાના બદલે મોબાઇલ આપી દેતા હોય છે અને મોબાઈલ મળતાની સાથે જ બાળક ચૂપ થઈ જાય છે ત્યારે ‌નાનપણથી જ મોબાઈલની ટેવ બાળક માટે ખૂબ જ જોખમી છે નાની ઉંમરના બાળકોને મોબાઈલ હાનિકારક છે તેવું બાળકના મગજમાં લાવવા માટે ડેસર તાલુકાના વાલાવાવ ચોકડી ઉપર આવેલી અંબે વિદ્યાલયમાં એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં બાળકો દ્વારા નાટકો થકી ચાલુ બાઈક ઉપર મોબાઈલ ઉપર વાત કરવાથી અકસ્માત થઈ શકે છે અને અકસ્માત સ્થળે ‌કેટલાક લોકો મદદ કરવાની જગ્યાએ પોતાના મોબાઈલ ઉપર સેલ્ફી લેતા હોય છે તે બતાવવાનો પ્રયાસ કરાયો હતો જ્યારે આ મોબાઈલ યુગમાં મા બાપની સેવા ભુલાઈ રહી છે તે પણ બતાવવાનો પ્રયાસ બાળકો દ્વારા કરાયો હતો અનોખો કહી શકાય તેવો આ પ્રયોગ, નાટક સ્વરૂપે બાળકો સામે બાળકોએ રજૂ કરી નાના મગજમાં ફિટ થાય તેવી કોશિશ કરવામાં આવી હતી સમાજમાં ‌ ખરેખર આવા ઉમદા મેસેજ જવા જોઈએ અને વાલીઓએ પણ આ બાબતની ગંભીર નોંધ લેવી જોઈએ તો જ ખરા અર્થમાં આપણે સફળ થયા તેવું કહેવાશે અહેવાલ: ઝાકીર દિવાન

By TNNNEWS GUJARATI | January 18, 2025 | 0 Comments

આણંદ જનરલ હોસ્પિટલના સ્ટાફે આદિવાસી મહિલાની રિક્ષામાં પ્રસૂતિ કરાવી

આણંદની જનરલ હોસ્પિટલના સ્ટાફે આદીવાસી મહિલાની રિક્ષામાં પ્રસૂતિ કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવી લીધો હતો. આણંદના સામરખા ગામની આદીવાસી મહિલાને પ્રસવ પીડા ઉપડતાં તેને પ્રસુતિ માટે રિક્ષામાં આણંદની જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પરંતુ હોસ્પીટલ સુઘી પહોચતા વિલંબ થતા પ્રસુતાની હોસ્પીટલની બહાર જ રિક્ષામાં પ્રસૂતિ થઈ હતી અને હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક રિક્ષામાં મહિલાની પ્રસૂતિ કરાવી બાળકનો જન્મ કરાવી બન્ને માતા પુત્રનો જીવ બચાવી લીધો હતો.

By TNNNEWS GUJARATI | January 18, 2025 | 0 Comments