શહેર પી સી બી એ ખેડા જીલ્લાના મહેમદાવાદની સનમ પાર્ક સોસાયટીમાં રહેતા જાફર અનવરભાઇ મનસુરી તથા સલમાન ગુલામનબી વ્હોરાની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ અને સુરત જેલમાં મોકલી આપ્યા છે. આ બન્નેએ તરસાલી વિજય નગર સોસાયટીના ગાર્ડન બહારથી એક મહિલાને મુસાફર તરીકે બેસાડી હતી અને મહિલાને વાતોમાં પરોવી ગળામાંથી કટર વડે સોનાની ચેન કાપી લીધી હતી. ત્યારબાદ મહિલાને રિક્ષામાંથી ઉતારી દીધી હતી. ૩૫ હજારની ચેનની ચોરી અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આવી જ રીતે આ બન્નેએ અન્ય એક મહિલાના ગળામાંથી ૩૦ હજારની ચેન ચોરી લીધી હતી. જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જાફરએ સિટી, ગોત્રી, અમદાવાદ શહેરના મણીનગર અને ખેડા જીલ્લામાં પણ ગુન્હાને અંજામ આપ્યા છે તેવી જ રીતે સલમાને પાદરા તેમજ કાલોલ પોલીસ મથકની હદમાં આવા ગુન્હા કર્યા છે
Comments 0