તપન પરમાર હત્યા કેસના આરોપીઓને એસ એસ જી લઇ જવાયા

શહેરની એસ એસ જી હોસ્પીટલમાં ભાજપના પૂર્વ કાઉન્સીલર રાજા પરમારના પુત્ર તપનની હત્યા થઇ હતી જેમાં ઝઘડાની અદાવતમાં કુખ્યાત બાબર હબીબખાન પઠાણ તેના ભાઈ સોનું પઠાણ, વસીમ નરુમહમદ મન્સરુીએ ઘાતકી હત્યા કરી હતી જે ઘટના કારેલીબાગ પોલીસની હાજરીમાં જ બની હતી જેને પગલે સમગ્ર પોલીસ વિભાગ પર કાળી ટીલ્લી લાગી હતી પોલીસે પોતાની છાપ સુધારવા કારેલીબાગ પોલીસ મથકનો સમગ્ર સ્ટાફ જ બદલી નાખ્યો હતો અને આ પ્રકરણમાં પોલીસે આ તમામની સાથે શબનમ વસીમ નરુમહમદ મન્સરુીની પણ ધરપકડ કરી હતી જેમાં અદાલતે તમામને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો દરમ્યાન આજે આ તમામને મેડીકલ ચેકઅપ માટે બંદોબસ્ત સાથે એસ એસ જી લઇ જવામાં આવ્યા હતા જ્યાં તમામના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ વખતે એ ડીવીઝનના એ સી પી એ વી કાટકર પણ હાજર રહ્યા હતા અને બ્લડ સેમ્પલ તેમજ જરૂરી મેડીકલ ચેકઅપ બાદ ફરી બંદોબસ્ત સાથે જેલમાં લઇ જવામાં આવ્યા હતા

By TNNNEWS GUJARATI | January 01, 2025 | 0 Comments

MSU દ્વારા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ

એમ એસ યુનિવર્સિટી દ્વારા સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી દિવસ નિમિત્તે સાયન્સ ફેકલ્ટી ખાતે આવેલી સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને રાજમાતા અને યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીની રાજે ગાયકવાડ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી જેમાં વાઇસ ચાન્સલર ડૉ વિજયકુમાર શ્રીવાસ્તવ, રજીસ્ટ્રાર ડોક્ટર કે .એમ ચુડાસમા, સાયન્સ ફેકલ્ટીના ડીન હરી કટારીયા , જુદી જુદી ફેકલ્ટીના ડીન સહિત પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા અને તમામે મહારાજા સર સયાજીરાવની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ સાથે એમ એસ યુનિવર્સિટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના જાજરમાન ઈતિહાસ સાથે તારીખ ૩ જાન્યુઆરીનું વિશેષ મહત્વ રહ્યું છે. વડોદરાના રાજવી પરિવાર દ્વારા દત્તક લેવાયેલાં સર સયાજીરાવ ગાયક્વાડ ત્રીજાના અભુતપૂર્વ શાસનકાળના ૬૦ વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરુપે તારીખ ૩ જાન્યુઆરી ૧૯૩૬ના રોજ વડોદરામાં હિરક મહોત્સવની રંગારંગ ઉજવણી થઈ હતી. આ દિવસે મહારાજા સયાજીરાવ ગાયક્વાડની હાથી ઉપર સોનાની અંબાડીમાં શહેરમાં શોભાયાત્રા નીકળી હતી. અને ૧૦ દિવસ સુધી હિરક મહોત્સવની ઉજવણી ચાલી હતી. આ અવસરને આજે ૨૦૨૫માં ૮૯ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે.

By TNNNEWS GUJARATI | January 03, 2025 | 0 Comments