વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યંગ ઈન્ડિયા બોલ કાર્યક્રમ અંતર્ગત માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં લકડીપુલ ખાતે આવેલ વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે યંગ ઈન્ડિયા બોલ પ્રોગ્રામ અંતર્ગત માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદ દરમ્યાન યંગ ઇન્ડીયા બોલનાં પોસ્ટરનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાયૅકારી પ્રમુખ પવન ગુપ્તા અને વડોદરા યુવા કોંગ્રેસના પ્રવક્તા ફાલ્ગુન સોરઠીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી પૂરી પાડી હતી.