વડોદરા મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. વડોદરા મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 570 જેટલા ચોથા વર્ગના કર્મચારીઓ આજથી હડતાલ પર ઉતર્યા છે. વર્ષોથી આ કર્મચારીઓ તેમને કાયમી કરવાની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે. ત્યારે વારંવાર આંદોલન કર્યા છતાય માત્ર આશ્વાસન આપી કર્મચારીઓને મનાવી લેવામાં આવે છે. ત્યારે આ વખતે ચોથા વર્ગના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે કર્મચારીઓ એકત્ર થયા હતા. અને બેનર પોસ્ટર સાથે સૂત્રોચાર કરી પ્રદર્શન કર્યું હતું. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની છબી સાથે પ્રદર્શન કરતા તમામ કર્મચારીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરીના પટાંગણમાં પહોંચ્યા હતા. અને ત્યારબાદ શાસના અધિકારી અને સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનના ચેમ્બરની બહાર ધારણા પ્રદર્શનની શરૂઆત કરી છે. તો આજથી કર્મચારીઓ હડતાલ પર ઉતરતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કામગીરીને પણ અસર વર્તાશે. શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ અંગે શાસના અધિકારી શ્વેતા પારધીએ અમે કર્મચારીઓને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમ જણાવી પ્રશ્નના ઉકેલ માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે તેમ જણાવ્યું હતું ચોથા વર્ગના કર્મચારીઓના હડતાલ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિધ દેસાઈએ હડતાલ સમસ્યાનું નિરાકરણ નથી. તેમ કહી અમે સમસ્યાના નિરાકરણ માટે પ્રક્રિયા હાથ ધરી દીધી હોવાનું જણાવ્યું હતું.