તાજેતરમાં વાસદમાં આવેલી એસ.વી.આઈ.ટી ખાતે સ્પેશિયલ બાળકો માટે યુનિફાઇડ ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિફાઇડ સ્પોર્ટ્સમાં સ્પેશીયલ એથ્લીટસની સાથે પાર્ટનર તરીકે નોર્મલ એથ્લીટસ હોય છે. અને આ બંને ખેલાડીઓની ટીમ આવી જ એક ટીમ સાથે સ્પર્ધા કરે છે. ત્યારે આ યુનિફાઇડ ટેબલ ટેનિસ સ્પર્ધામાં 40થી પણ વધુ એથ્લિટસે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં BRG ગ્રુપના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડૉ. અર્જુનસિંહ મકવાણા, નેશનલ પેરા એથલીટ રાકેશ મોદી સ્પેશીયલ ઓલમ્પિક ગુજરાતના ટ્રસ્ટી જીગ્નેશ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાની અંતે સર્વે વિજેતા ખેલાડીઓને એસ.વી.આઈ.ટી સંસ્થાના હેડ દ્વારા મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન ડૉ.વિકાશ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ ભાસ્કર પટેલ, ઉપાધ્યક્ષ શંભુ પટેલ, મંત્રી ભાવેશ પટેલ, ખજાનચી કિશોર પટેલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિપક પટેલ, આચાર્ય ડૉ.ડી.પી. સોની, પ્રોગ્રામ ઓફિસર ડૉ.વિકાશ અગ્રવાલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અને યુનિફાઇડ એથ્લેટ્સને તેમની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા. અને દિવ્યાંગજનો એમના જીવનમાં આગળ સફળ થાય એવી શુભકામના પાઠવી હતી.
Comments 0