શહેરની એસ એસ જી હોસ્પીટલમાં ભાજપના પૂર્વ કાઉન્સીલર રાજા પરમારના પુત્ર તપનની હત્યા થઇ હતી જેમાં ઝઘડાની અદાવતમાં કુખ્યાત બાબર હબીબખાન પઠાણ તેના ભાઈ સોનું પઠાણ, વસીમ નરુમહમદ મન્સરુીએ ઘાતકી હત્યા કરી હતી જે ઘટના કારેલીબાગ પોલીસની હાજરીમાં જ બની હતી જેને પગલે સમગ્ર પોલીસ વિભાગ પર કાળી ટીલ્લી લાગી હતી પોલીસે પોતાની છાપ સુધારવા કારેલીબાગ પોલીસ મથકનો સમગ્ર સ્ટાફ જ બદલી નાખ્યો હતો અને આ પ્રકરણમાં પોલીસે આ તમામની સાથે શબનમ વસીમ નરુમહમદ મન્સરુીની પણ ધરપકડ કરી હતી જેમાં અદાલતે તમામને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો દરમ્યાન આજે આ તમામને મેડીકલ ચેકઅપ માટે બંદોબસ્ત સાથે એસ એસ જી લઇ જવામાં આવ્યા હતા જ્યાં તમામના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ વખતે એ ડીવીઝનના એ સી પી એ વી કાટકર પણ હાજર રહ્યા હતા અને બ્લડ સેમ્પલ તેમજ જરૂરી મેડીકલ ચેકઅપ બાદ ફરી બંદોબસ્ત સાથે જેલમાં લઇ જવામાં આવ્યા હતા
વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યંગ ઈન્ડિયા બોલ કાર્યક્રમ અંતર્ગત માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં લકડીપુલ ખાતે આવેલ વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે યંગ ઈન્ડિયા બોલ પ્રોગ્રામ અંતર્ગત માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદ દરમ્યાન યંગ ઇન્ડીયા બોલનાં પોસ્ટરનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાયૅકારી પ્રમુખ પવન ગુપ્તા અને વડોદરા યુવા કોંગ્રેસના પ્રવક્તા ફાલ્ગુન સોરઠીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી પૂરી પાડી હતી.
વડોદરા મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. વડોદરા મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 570 જેટલા ચોથા વર્ગના કર્મચારીઓ આજથી હડતાલ પર ઉતર્યા છે. વર્ષોથી આ કર્મચારીઓ તેમને કાયમી કરવાની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે. ત્યારે વારંવાર આંદોલન કર્યા છતાય માત્ર આશ્વાસન આપી કર્મચારીઓને મનાવી લેવામાં આવે છે. ત્યારે આ વખતે ચોથા વર્ગના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે કર્મચારીઓ એકત્ર થયા હતા. અને બેનર પોસ્ટર સાથે સૂત્રોચાર કરી પ્રદર્શન કર્યું હતું. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની છબી સાથે પ્રદર્શન કરતા તમામ કર્મચારીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરીના પટાંગણમાં પહોંચ્યા હતા. અને ત્યારબાદ શાસના અધિકારી અને સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનના ચેમ્બરની બહાર ધારણા પ્રદર્શનની શરૂઆત કરી છે. તો આજથી કર્મચારીઓ હડતાલ પર ઉતરતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કામગીરીને પણ અસર વર્તાશે. શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ અંગે શાસના અધિકારી શ્વેતા પારધીએ અમે કર્મચારીઓને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમ જણાવી પ્રશ્નના ઉકેલ માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે તેમ જણાવ્યું હતું ચોથા વર્ગના કર્મચારીઓના હડતાલ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિધ દેસાઈએ હડતાલ સમસ્યાનું નિરાકરણ નથી. તેમ કહી અમે સમસ્યાના નિરાકરણ માટે પ્રક્રિયા હાથ ધરી દીધી હોવાનું જણાવ્યું હતું.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી રાઈટ વે સ્કૂલમાં ખેલ મહાકુંભ 3.0 જિલ્લા કક્ષા બહેનોની ચેસની સ્પર્ધા યોજાઈ હતી ...તાંદલજા વિસ્તારમાં આવેલી રાઈટ વે સ્કૂલમાં ખેલ મહાકુંભ 3.0 જિલ્લા કક્ષા બહેનોની ચેસની સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા રમતગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસ, જિલ્લાના ચેસ કોચ મૌલિક રાવલ તેમજ સ્કૂલના આચાર્ય અયાઝ સિંધી હાજર રહ્યા હતા. આ ચેસની સ્પર્ધામા અંડર-14-17,ઓપન, 40+, તેમજ 60+ આમ બહેનોમાં કુલ છ કેટેગરીમાં વિભાજિત કરી છે. જિલ્લા કક્ષાની દરેક કેટેગરીમાંથી એક થી ત્રણ વિજેતા ખેલાડી રાજ્ય કક્ષાએ ભાગ લેશે. જ્યારે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી વડોદરા દ્વારા આ સ્પર્ધાની જવાબદારી અરવિંદ પ્રજાપતિને સોંપવામાં આવી છે.
આજના આધુનિક અને ટેકનોલોજીમાં સમયમાં નાના બાળકોમાં મોબાઈલનું ઘેલું લાગ્યું છે ત્યારે ડેસર તાલુકાના વાલાવાવ ચોકડી ઉપર આવેલી અંબે વિદ્યાલયમાં બાળકો દ્વારા બાળકોને મોબાઈલની લત છોડાવવા નાટક રજૂ કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં મોબાઈલ બાળકો માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ રહ્યો છે એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે માતા પિતાએ મોબાઈલ ઉપયોગ ન કરવા માટે ઠપકો આપતા બાળકો આપઘાત સુધીનુ પગલું પણ ભરે છે તો બીજી તરફ નાના બાળકો જ્યારે રડતા હોય છે ત્યારે માતા-પિતા બાળકને સમજાવવાના બદલે મોબાઇલ આપી દેતા હોય છે અને મોબાઈલ મળતાની સાથે જ બાળક ચૂપ થઈ જાય છે ત્યારે નાનપણથી જ મોબાઈલની ટેવ બાળક માટે ખૂબ જ જોખમી છે નાની ઉંમરના બાળકોને મોબાઈલ હાનિકારક છે તેવું બાળકના મગજમાં લાવવા માટે ડેસર તાલુકાના વાલાવાવ ચોકડી ઉપર આવેલી અંબે વિદ્યાલયમાં એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં બાળકો દ્વારા નાટકો થકી ચાલુ બાઈક ઉપર મોબાઈલ ઉપર વાત કરવાથી અકસ્માત થઈ શકે છે અને અકસ્માત સ્થળે કેટલાક લોકો મદદ કરવાની જગ્યાએ પોતાના મોબાઈલ ઉપર સેલ્ફી લેતા હોય છે તે બતાવવાનો પ્રયાસ કરાયો હતો જ્યારે આ મોબાઈલ યુગમાં મા બાપની સેવા ભુલાઈ રહી છે તે પણ બતાવવાનો પ્રયાસ બાળકો દ્વારા કરાયો હતો અનોખો કહી શકાય તેવો આ પ્રયોગ, નાટક સ્વરૂપે બાળકો સામે બાળકોએ રજૂ કરી નાના મગજમાં ફિટ થાય તેવી કોશિશ કરવામાં આવી હતી સમાજમાં ખરેખર આવા ઉમદા મેસેજ જવા જોઈએ અને વાલીઓએ પણ આ બાબતની ગંભીર નોંધ લેવી જોઈએ તો જ ખરા અર્થમાં આપણે સફળ થયા તેવું કહેવાશે અહેવાલ: ઝાકીર દિવાન
આણંદની જનરલ હોસ્પિટલના સ્ટાફે આદીવાસી મહિલાની રિક્ષામાં પ્રસૂતિ કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવી લીધો હતો. આણંદના સામરખા ગામની આદીવાસી મહિલાને પ્રસવ પીડા ઉપડતાં તેને પ્રસુતિ માટે રિક્ષામાં આણંદની જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પરંતુ હોસ્પીટલ સુઘી પહોચતા વિલંબ થતા પ્રસુતાની હોસ્પીટલની બહાર જ રિક્ષામાં પ્રસૂતિ થઈ હતી અને હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક રિક્ષામાં મહિલાની પ્રસૂતિ કરાવી બાળકનો જન્મ કરાવી બન્ને માતા પુત્રનો જીવ બચાવી લીધો હતો.