એમ એસ યુનિવર્સિટી દ્વારા સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી દિવસ નિમિત્તે સાયન્સ ફેકલ્ટી ખાતે આવેલી સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને રાજમાતા અને યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીની રાજે ગાયકવાડ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી જેમાં વાઇસ ચાન્સલર ડૉ વિજયકુમાર શ્રીવાસ્તવ, રજીસ્ટ્રાર ડોક્ટર કે .એમ ચુડાસમા, સાયન્સ ફેકલ્ટીના ડીન હરી કટારીયા , જુદી જુદી ફેકલ્ટીના ડીન સહિત પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા અને તમામે મહારાજા સર સયાજીરાવની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ સાથે એમ એસ યુનિવર્સિટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના જાજરમાન ઈતિહાસ સાથે તારીખ ૩ જાન્યુઆરીનું વિશેષ મહત્વ રહ્યું છે. વડોદરાના રાજવી પરિવાર દ્વારા દત્તક લેવાયેલાં સર સયાજીરાવ ગાયક્વાડ ત્રીજાના અભુતપૂર્વ શાસનકાળના ૬૦ વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરુપે તારીખ ૩ જાન્યુઆરી ૧૯૩૬ના રોજ વડોદરામાં હિરક મહોત્સવની રંગારંગ ઉજવણી થઈ હતી. આ દિવસે મહારાજા સયાજીરાવ ગાયક્વાડની હાથી ઉપર સોનાની અંબાડીમાં શહેરમાં શોભાયાત્રા નીકળી હતી. અને ૧૦ દિવસ સુધી હિરક મહોત્સવની ઉજવણી ચાલી હતી. આ અવસરને આજે ૨૦૨૫માં ૮૯ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે.
Comments 0