વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સ્થાયી સમિતિનાં અધ્યક્ષની ઓફીસની બાજુમાં કોન્ફરન્સ હોલ બહાર પેસેજમાં લાગેલા વાયરોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જોકે સ્થળ પર હાજર સિક્યોરિટી જવાને સમય સૂચકતા વાપરી અગ્નિશમકનો ઉપયોગ કરી આગને બુજાવી હતી. જોકે સવારે આશરે 11 વાગ્યાની આસપાસ લાગેલી આગના કોલ માટે ફાયર બ્રીગેડની ટીમ સવા બે વાગ્યની આસપાસ વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચી હતી. ત્યારે આગ બુઝાઈ ગયા બાદ ફાયર બ્રિગેડની ટીમ પાલિકાની વડી કચેરીએ પહોંચતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. હવે તેવામાં મોટી આગ લાગી હોત અને ફાયર બ્રિગેડની ટીમ આટલી મોડી પહોંચી હોત તો જવાબદાર કોણ તેને લઈને પાલિકામાં ચર્ચાઓ શરૂ થઇ છે.
Comments 0