Fire department notice to stone holders near Krunal intersection
વડોદરા શહેરમાં ટ્રાફિકની પશ્ચિમ ઝોન કચેરી ખાતે ટ્રાફિકના જવાનોને CPR ટ્રેનીંગ આપવામાં આવી હતી. ટ્રાફિક જવાનો માટે CPRની તાલીમ એ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. CPR ટ્રેનિંગ થકી ટ્રાફિક જવાનોને આકસ્મિક હ્રદયરોગ, શ્વાસ રોકાવા અથવા અકસ્માત દરમિયાન શરીરના મુખ્ય અંગો સુધી રક્તપ્રવાહ જાળવવા માટેની તકનિકી શીખવવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ટ્રાફિકની પશ્ચિમ ઝોન કચેરી ખાતે ટ્રાફિકના જવાનોને CPR ટ્રેનીંગ આપવામાં આવી હતી. શહેરના ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ પહેલ માટે વિવિધ આરોગ્ય તજજ્ઞો સાથે સહકાર કરવામાં આવ્યો હતો. આ ટ્રેનિંગના પરિણામે તેઓ ફક્ત ટ્રાફિક વ્યવસ્થાપનમાં નહીં પરંતુ આપત્તિમાં જીવન બચાવવાનું કામ પણ સફળતાથી કરી શકે છે. આવી પહેલ નાગરિક સુરક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. અને સમુદાય માટે તેમના પ્રત્યેના વિશ્વાસમાં વધારો કરે છે.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી રાઈટ વે સ્કૂલમાં ખેલ મહાકુંભ 3.0 જિલ્લા કક્ષા બહેનોની ચેસની સ્પર્ધા યોજાઈ હતી ...તાંદલજા વિસ્તારમાં આવેલી રાઈટ વે સ્કૂલમાં ખેલ મહાકુંભ 3.0 જિલ્લા કક્ષા બહેનોની ચેસની સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા રમતગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસ, જિલ્લાના ચેસ કોચ મૌલિક રાવલ તેમજ સ્કૂલના આચાર્ય અયાઝ સિંધી હાજર રહ્યા હતા. આ ચેસની સ્પર્ધામા અંડર-14-17,ઓપન, 40+, તેમજ 60+ આમ બહેનોમાં કુલ છ કેટેગરીમાં વિભાજિત કરી છે. જિલ્લા કક્ષાની દરેક કેટેગરીમાંથી એક થી ત્રણ વિજેતા ખેલાડી રાજ્ય કક્ષાએ ભાગ લેશે. જ્યારે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી વડોદરા દ્વારા આ સ્પર્ધાની જવાબદારી અરવિંદ પ્રજાપતિને સોંપવામાં આવી છે.
વડોદરા મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. વડોદરા મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 570 જેટલા ચોથા વર્ગના કર્મચારીઓ આજથી હડતાલ પર ઉતર્યા છે. વર્ષોથી આ કર્મચારીઓ તેમને કાયમી કરવાની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે. ત્યારે વારંવાર આંદોલન કર્યા છતાય માત્ર આશ્વાસન આપી કર્મચારીઓને મનાવી લેવામાં આવે છે. ત્યારે આ વખતે ચોથા વર્ગના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે કર્મચારીઓ એકત્ર થયા હતા. અને બેનર પોસ્ટર સાથે સૂત્રોચાર કરી પ્રદર્શન કર્યું હતું. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની છબી સાથે પ્રદર્શન કરતા તમામ કર્મચારીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરીના પટાંગણમાં પહોંચ્યા હતા. અને ત્યારબાદ શાસના અધિકારી અને સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનના ચેમ્બરની બહાર ધારણા પ્રદર્શનની શરૂઆત કરી છે. તો આજથી કર્મચારીઓ હડતાલ પર ઉતરતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કામગીરીને પણ અસર વર્તાશે. શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ અંગે શાસના અધિકારી શ્વેતા પારધીએ અમે કર્મચારીઓને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમ જણાવી પ્રશ્નના ઉકેલ માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે તેમ જણાવ્યું હતું ચોથા વર્ગના કર્મચારીઓના હડતાલ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિધ દેસાઈએ હડતાલ સમસ્યાનું નિરાકરણ નથી. તેમ કહી અમે સમસ્યાના નિરાકરણ માટે પ્રક્રિયા હાથ ધરી દીધી હોવાનું જણાવ્યું હતું.
ભાજપના પૂર્વ કાઉન્સીલર રાજેશ આયરે તેમજ પરિવારના માતૃશ્રી સ્વર્ગસ્થ લીલાબેન વસંતરાવ આયરેના પુણ્યસ્મરણ દિવસે કૈલાશધામ રથનું લોકાર્પણ અને ગંગાસ્વરૂપ વિધવા બહેનોને ધાબળા વિતરણનો કાર્યક્રમ શ્રીરંગ રાજેશ આયરેના માધ્યમથી કરવામાં આવ્યો હતો સ્વર્ગસ્થ માતૃશ્રી લીલાબેન વસંતરાવ આયરે ના પુણ્યતિથિના દિને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવે છે આ વર્ષે પણ ગંગા સ્વરૂપ વિધવા બહેનોને ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્વર્ગસ્થ માતૃશ્રીના મરણાર્થે કૈલાશધામ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકારના દંડક બાળકૃષ્ણ શુક્લ, ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નીશિધ દેસાઈ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમા પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે, જીતેન્દ્ર આયરે, રોનક આયરે સહિત જય સાઈનાથ એજ્યુકેશનની ટીમે ધાબળા વિતરણ કરી પૂજ્ય માતૃશ્રીને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વડોદરાના ફતેગંજના રોઝરી સ્કૂલના ઓડિટોરિયમ ખાતે કંકુ કલા કેન્દ્ર દ્વારા આજરોજ કથાકારો કી કથા અધ્યાય એક ના શીર્ષક હેઠળ વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી કંકુ કલા કેન્દ્ર દ્વારા આયોજીત વાર્ષિક દિવસની ઉજવણીમાં સંખ્યામાં કથક કંકુ કલા કેન્દ્ર ડાન્સ એકેડેમીના વિદ્યાર્થીઓએ દેશના પારંપરિક નૃત્ય એવા કથકની પારંપારિક તથા આધુનિક પદ્ધતિથી ગણેશ વંદના, ટોડા, ટુકડા, પતનીયાસ, તરાના તથા શિવ સ્તુતિ તમામ કથકની પ્રસ્તૃતિ રજુ કરી હતી ગણેશ વંદના તેમજ દીપ પ્રાગટ્ય બાદ અતિથિ વિશેષનું અભિવાદન કરવામાં આવ્યું ટુ આ કાર્યક્રમમાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ તમામ પ્રસ્તુતિ રજૂ કકરી હતી, કંકુ કલા કેન્દ્ર દ્વારા 10 જેટલા પરફોર્મન્સ તૈયાર કરવામાં આવ્યા હતા. કંકુ કલાક કેન્દ્રમાં પાંચ વર્ષથી લઈને 50 વર્ષ સુધીના મહિલાઓ કથકની તાલીમ મેળવી રહ્યા છે. કંકુ કલા કેન્દ્રના વાર્ષિક દિવસમાં અતિથિ વિશેષ તરીકે વડોદરાના પ્રખ્યાત કથક ડાન્સર નયનાબેન નાગલે, નેશન પ્લસ ના તંત્રી વશિષ્ઠ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યંગ ઈન્ડિયા બોલ કાર્યક્રમ અંતર્ગત માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં લકડીપુલ ખાતે આવેલ વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે યંગ ઈન્ડિયા બોલ પ્રોગ્રામ અંતર્ગત માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદ દરમ્યાન યંગ ઇન્ડીયા બોલનાં પોસ્ટરનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાયૅકારી પ્રમુખ પવન ગુપ્તા અને વડોદરા યુવા કોંગ્રેસના પ્રવક્તા ફાલ્ગુન સોરઠીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી પૂરી પાડી હતી.
ભાજપ વડોદરા જિલ્લાના નવા વંદે કમલમ્ કાર્યાલય ના નિર્માણ માટે સહયોગની બાંહેદારી આપી છટકી ગયેલા કહેવાતાં મોટા નેતાઓ આજે જિલ્લા પ્રમુખ બનવાની ઈચ્છા દર્શાવતા આવા લોકોને પાર્ટી તક આપશે તેવો ચર્ચાનો વિષય કાર્યકરોમાં બન્યો છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના કપુરાઈ ખાતેના ભવ્ય વંદે કમલમ્ કાર્યાલયના નિર્માણ સમયે મોટા ઉપાડે સહયોગની વાત કરનારા કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો અને પૂર્વ હોદ્દેદારોએ સહયોગ આપવાની સમયે મદદ પૂરી પાડી ન હતી. આવા કેટલાક નેતાઓ આજે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ બનવાનું સ્વપ્નું લઈને જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને તેમને પાર્ટી જિલ્લા પ્રમુખ બનાવે તેવી ઈચ્છા દર્શાવી હતી. નોંધનીય છે કે આ નેતાઓમાં જે તે સમયના વર્તમાન પદાધિકારી તેમજ ધનિક વર્ગમાં જે નેતાઓનો સમાવેશ થાય છે તેવા નેતાઓ પણ છે કે જેમણે નિર્માણના સમય સહયોગનો દાવો કર્યો હતો પરંતુ કોઈ પણ પ્રકારનો સહયોગ તેમણે નિર્માણના સમય આપ્યો ન હતો હવે આવા નેતાઓ જ્યારે પાર્ટી પાસે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ બનવા માટેની ઈચ્છા લઈને પહોંચ્યા છે તો પાર્ટી આવા લોકોને તક આપશે તેવી ચર્ચા ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા વર્તુળમાં ચર્ચા રહી છે કેટલાક તો સસ્પેન્ડેડ કાર્યકર્તા તથા હોદ્દેદારો આજે જિલ્લા પ્રમુખ બનવાની ઈચ્છા લઈને પહોંચ્યા હતા તો શું પાર્ટી આ તમામ બાબતો ધ્યાને નહીં રાખે તે પ્રકારની ચર્ચા કાર્યકર્તાઓમાં ચર્ચા રહી છે.
એમ એસ યુનિવર્સિટી દ્વારા સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી દિવસ નિમિત્તે સાયન્સ ફેકલ્ટી ખાતે આવેલી સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને રાજમાતા અને યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીની રાજે ગાયકવાડ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી જેમાં વાઇસ ચાન્સલર ડૉ વિજયકુમાર શ્રીવાસ્તવ, રજીસ્ટ્રાર ડોક્ટર કે .એમ ચુડાસમા, સાયન્સ ફેકલ્ટીના ડીન હરી કટારીયા , જુદી જુદી ફેકલ્ટીના ડીન સહિત પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા અને તમામે મહારાજા સર સયાજીરાવની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ સાથે એમ એસ યુનિવર્સિટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના જાજરમાન ઈતિહાસ સાથે તારીખ ૩ જાન્યુઆરીનું વિશેષ મહત્વ રહ્યું છે. વડોદરાના રાજવી પરિવાર દ્વારા દત્તક લેવાયેલાં સર સયાજીરાવ ગાયક્વાડ ત્રીજાના અભુતપૂર્વ શાસનકાળના ૬૦ વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરુપે તારીખ ૩ જાન્યુઆરી ૧૯૩૬ના રોજ વડોદરામાં હિરક મહોત્સવની રંગારંગ ઉજવણી થઈ હતી. આ દિવસે મહારાજા સયાજીરાવ ગાયક્વાડની હાથી ઉપર સોનાની અંબાડીમાં શહેરમાં શોભાયાત્રા નીકળી હતી. અને ૧૦ દિવસ સુધી હિરક મહોત્સવની ઉજવણી ચાલી હતી. આ અવસરને આજે ૨૦૨૫માં ૮૯ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે.
શહેર પી સી બી એ ખેડા જીલ્લાના મહેમદાવાદની સનમ પાર્ક સોસાયટીમાં રહેતા જાફર અનવરભાઇ મનસુરી તથા સલમાન ગુલામનબી વ્હોરાની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ અને સુરત જેલમાં મોકલી આપ્યા છે. આ બન્નેએ તરસાલી વિજય નગર સોસાયટીના ગાર્ડન બહારથી એક મહિલાને મુસાફર તરીકે બેસાડી હતી અને મહિલાને વાતોમાં પરોવી ગળામાંથી કટર વડે સોનાની ચેન કાપી લીધી હતી. ત્યારબાદ મહિલાને રિક્ષામાંથી ઉતારી દીધી હતી. ૩૫ હજારની ચેનની ચોરી અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આવી જ રીતે આ બન્નેએ અન્ય એક મહિલાના ગળામાંથી ૩૦ હજારની ચેન ચોરી લીધી હતી. જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જાફરએ સિટી, ગોત્રી, અમદાવાદ શહેરના મણીનગર અને ખેડા જીલ્લામાં પણ ગુન્હાને અંજામ આપ્યા છે તેવી જ રીતે સલમાને પાદરા તેમજ કાલોલ પોલીસ મથકની હદમાં આવા ગુન્હા કર્યા છે