વડોદરા શહેરમાં ટ્રાફિકની પશ્ચિમ ઝોન કચેરી ખાતે ટ્રાફિકના જવાનોને CPR ટ્રેનીંગ આપવામાં આવી હતી. ટ્રાફિક જવાનો માટે CPRની તાલીમ એ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. CPR ટ્રેનિંગ થકી ટ્રાફિક જવાનોને આકસ્મિક હ્રદયરોગ, શ્વાસ રોકાવા અથવા અકસ્માત દરમિયાન શરીરના મુખ્ય અંગો સુધી રક્તપ્રવાહ જાળવવા માટેની તકનિકી શીખવવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ટ્રાફિકની પશ્ચિમ ઝોન કચેરી ખાતે ટ્રાફિકના જવાનોને CPR ટ્રેનીંગ આપવામાં આવી હતી. શહેરના ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ પહેલ માટે વિવિધ આરોગ્ય તજજ્ઞો સાથે સહકાર કરવામાં આવ્યો હતો. આ ટ્રેનિંગના પરિણામે તેઓ ફક્ત ટ્રાફિક વ્યવસ્થાપનમાં નહીં પરંતુ આપત્તિમાં જીવન બચાવવાનું કામ પણ સફળતાથી કરી શકે છે. આવી પહેલ નાગરિક સુરક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. અને સમુદાય માટે તેમના પ્રત્યેના વિશ્વાસમાં વધારો કરે છે.
Comments 0