વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વડોદરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વડાપ્રધાનના સ્વાગત માટે ઉમટેલી જનમેદનીએ વડોદરાની શાનમાં વધારો કર્યો હતો. હજારોની સંખ્યામાં લોકો વડાપ્રધાનની એક ઝલક મેળવવા અને તેમને આવકારવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આ સ્વાગત સમારોહમાં એક વિશેષ આકર્ષણ વિવિધ વેશભૂષા ધારણ કરેલા લોકોનું હતું. કોઈ પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ હતું તો કોઈ અન્ય પ્રાંતીય વેશભૂષામાં જોવા મળ્યું હતું. આ દ્રશ્ય "વિવિધતામાં એકતા"ના ભારતીય સંસ્કારને જીવંત કરતું હતું અને વડાપ્રધાનના લોકપ્રિયતાને પણ ઉજાગર કરતું હતું. આ ભવ્ય સ્વાગત સમારોહમાં એક અત્યંત પ્રેરણાદાયક અને ભાવુક પળ કર્નલ સોફિયા કુરેશીના પરિવારની ઉપસ્થિતિ હતી. વડાપ્રધાને આ ભવ્ય સ્વાગત બદલ વડોદરાની જનતાનો આભાર માન્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં રાષ્ટ્રનિર્માણ, વિકાસ અને જનકલ્યાણના કાર્યો પર ભાર મૂક્યો હતો. વડોદરા સાથેના તેમના જૂના જોડાણને પણ યાદ કરીને તેમણે શહેર પ્રત્યેનો પોતાનો સ્નેહ વ્યક્ત કર્યો હતો. સમગ્રતયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વડોદરા આગમન માત્ર એક રાજકીય ઘટના નહોતી, પરંતુ તે લોકશાહી, દેશભક્તિ અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો ઉત્સવ બની રહી હતી.
વડાપ્રધાનનો કાફલો જ્યારે એરપોર્ટથી એરફોર્સ તરફ જતો હતો, ત્યારે આ રૂટ પર સ્ટેજ નંબર-૨ પર હાજર કર્નલ સોફિયા કુરેશીના પરિવારને જોઈને વડાપ્રધાને ગાડીને સ્ટેજ નજીક લઈ જવા સૂચના આપી હતી. જ્યારે વડાપ્રધાનની ગાડી નજીક આવી ત્યારે કર્નલ સોફિયા કુરેશીના પરિવારે મોદી પર ગુલાબની પાંખડી વરસાવી અભિવાદન કર્યું હતું. વડાપ્રધાન મોદી પણ અહીં થોડી ક્ષણ માટે રોકાઈને નમસ્તે કહ્યું હતું. આ સાથે જ મોદીએ સાંકેતિક ભાષામાં કર્નલ કુરેશીના પરિવારજનોને ‘કેમ છો, મજામાં?’ તેમ પૂછ્યું હતું. અને ત્યારબાદ વડાપ્રધાને હાથનો અંગૂઠો બતાવીને પ્રોત્સાહન આપ્યું હતું. આ અંગે કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના સુનસારાએ કહ્યું કે, ”અમને વડાપ્રધાન મોદીને મળીને સારું લાગ્યું. પીએમ મોદીએ મહિલા સશક્તિકરણ માટે ઘણું કર્યું છે. સોફિયા મારી જોડિયા બહેન છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે તમારી બહેન દેશ માટે કંઈક કરે છે, ત્યારે તે ફક્ત તમને જ નહીં, પરંતુ અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે. શાયના સુનસારાએ કર્નલ સોફિયા કુરેશીને ફક્ત પોતાની જ નહીં, પરંતુ દેશની બહેન ગણાવી હતી. કર્નલ સોફિયાના પરિવારજનોએ વડાપ્રધાનશ્રીના અભિવાદન સ્વીકૃતિની ક્ષણોને ગૌરવપૂર્ણ બતાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વડોદરાના નાગરિકો દ્વારા કરવામાં આવેલ ભવ્ય અને ઉષ્માભર્યા સ્વાગત બાબતે ટ્વીટ કર્યું છે જમા આ મહાન શહેરમાં આવીને ખુબ જ આનંદ થયો . એક શાનદાર શો હતો અને તે પણ સવારે ...આશીર્વાદ આપનાર બધા લોકોને આભાર .
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરામાં આગમનની એક અઠવાડિયાથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે વડાપ્રધાનના રોડ શો દરમ્યાન ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું
Your experience on this site will be improved by allowing cookies.