આજના આધુનિક અને ટેકનોલોજીમાં સમયમાં નાના બાળકોમાં મોબાઈલનું ઘેલું લાગ્યું છે ત્યારે ડેસર તાલુકાના વાલાવાવ ચોકડી ઉપર આવેલી અંબે વિદ્યાલયમાં બાળકો દ્વારા બાળકોને મોબાઈલની લત છોડાવવા નાટક રજૂ કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં મોબાઈલ બાળકો માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ રહ્યો છે એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે માતા પિતાએ મોબાઈલ ‌ ઉપયોગ‌ ન કરવા માટે ઠપકો આપતા ‌ બાળકો આપઘાત સુધીનુ પગલું પણ ભરે છે તો બીજી તરફ નાના બાળકો જ્યારે રડતા હોય છે ત્યારે માતા-પિતા બાળકને સમજાવવાના બદલે મોબાઇલ આપી દેતા હોય છે અને મોબાઈલ મળતાની સાથે જ બાળક ચૂપ થઈ જાય છે ત્યારે ‌નાનપણથી જ મોબાઈલની ટેવ બાળક માટે ખૂબ જ જોખમી છે નાની ઉંમરના બાળકોને મોબાઈલ હાનિકારક છે તેવું બાળકના મગજમાં લાવવા માટે ડેસર તાલુકાના વાલાવાવ ચોકડી ઉપર આવેલી અંબે વિદ્યાલયમાં એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં બાળકો દ્વારા નાટકો થકી ચાલુ બાઈક ઉપર મોબાઈલ ઉપર વાત કરવાથી અકસ્માત થઈ શકે છે અને અકસ્માત સ્થળે ‌કેટલાક લોકો મદદ કરવાની જગ્યાએ પોતાના મોબાઈલ ઉપર સેલ્ફી લેતા હોય છે તે બતાવવાનો પ્રયાસ કરાયો હતો જ્યારે આ મોબાઈલ યુગમાં મા બાપની સેવા ભુલાઈ રહી છે તે પણ બતાવવાનો પ્રયાસ બાળકો દ્વારા કરાયો હતો અનોખો કહી શકાય તેવો આ પ્રયોગ, નાટક સ્વરૂપે બાળકો સામે બાળકોએ રજૂ કરી નાના મગજમાં ફિટ થાય તેવી કોશિશ કરવામાં આવી હતી સમાજમાં ‌ ખરેખર આવા ઉમદા મેસેજ જવા જોઈએ અને વાલીઓએ પણ આ બાબતની ગંભીર નોંધ લેવી જોઈએ તો જ ખરા અર્થમાં આપણે સફળ થયા તેવું કહેવાશે અહેવાલ: ઝાકીર દિવાન