વડાપ્રધાનનો કાફલો જ્યારે એરપોર્ટથી એરફોર્સ તરફ જતો હતો, ત્યારે આ રૂટ પર સ્ટેજ નંબર-૨ પર હાજર કર્નલ સોફિયા કુરેશીના પરિવારને જોઈને વડાપ્રધાને ગાડીને સ્ટેજ નજીક લઈ જવા સૂચના આપી હતી. જ્યારે વડાપ્રધાનની ગાડી નજીક આવી ત્યારે કર્નલ સોફિયા કુરેશીના પરિવારે મોદી પર ગુલાબની પાંખડી વરસાવી અભિવાદન કર્યું હતું. વડાપ્રધાન મોદી પણ અહીં થોડી ક્ષણ માટે રોકાઈને નમસ્તે કહ્યું હતું. આ સાથે જ મોદીએ સાંકેતિક ભાષામાં કર્નલ કુરેશીના પરિવારજનોને ‘કેમ છો, મજામાં?’ તેમ પૂછ્યું હતું. અને ત્યારબાદ વડાપ્રધાને હાથનો અંગૂઠો બતાવીને પ્રોત્સાહન આપ્યું હતું. આ અંગે કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના સુનસારાએ કહ્યું કે, ”અમને વડાપ્રધાન મોદીને મળીને સારું લાગ્યું. પીએમ મોદીએ મહિલા સશક્તિકરણ માટે ઘણું કર્યું છે. સોફિયા મારી જોડિયા બહેન છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે તમારી બહેન દેશ માટે કંઈક કરે છે, ત્યારે તે ફક્ત તમને જ નહીં, પરંતુ અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે. શાયના સુનસારાએ કર્નલ સોફિયા કુરેશીને ફક્ત પોતાની જ નહીં, પરંતુ દેશની બહેન ગણાવી હતી. કર્નલ સોફિયાના પરિવારજનોએ વડાપ્રધાનશ્રીના અભિવાદન સ્વીકૃતિની ક્ષણોને ગૌરવપૂર્ણ બતાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વડોદરાના નાગરિકો દ્વારા કરવામાં આવેલ ભવ્ય અને ઉષ્માભર્યા સ્વાગત બાબતે ટ્વીટ કર્યું છે જમા આ મહાન શહેરમાં આવીને ખુબ જ આનંદ થયો . એક શાનદાર શો હતો અને તે પણ સવારે ...આશીર્વાદ આપનાર બધા લોકોને આભાર .
આણંદ સર્કીટ હાઉસ ખાતે આજે ૧૦૮ ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસના કર્મચારીઓના સમર્પણને ધ્યાને રાખી ૫૧ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આણંદ જિલ્લા ક્ષત્રિય સેના દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
ભાજપ દ્વારા બોર્ડમાં સારું પરિણામ મેળવનાર પરીક્ષાર્થીઓનું સન્માન
પદ્મશ્રી વિજેતાઓ અને UPSC સિદ્ધિ પ્રાપ્તકર્તાઓનું સન્માન
વર્લ્ડ ઇલેક્ટ્રિશિયન ડે નિમિત્તે ૧૦૦ થી વધુ ઇલેક્ટ્રિશિયનનું સન્માન
વર્લ્ડ ઇલેક્ટ્રિશિયન ડે નિમિત્તે ૧૦૦ થી વધુ ઇલેક્ટ્રિશિયનનું સન્માન
ડભોઈ મુસ્લીમ ખત્રી સમાજ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન તેમજ પુરસ્કાર અર્પણ
કાર્યક્રમમાં ડેસરના સરપંચ-સભાસદોનું સન્માન બાકી રહી ગયું..!!
મહિલાઓને સન્માનિત કરવા GEOનો 'શક્તિ' કાર્યક્રમ