હાલોલ નગરમાં ઓપરેશન સિંદુર અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
આમોદમા શૌર્ય ગીતોના સથવારે તિરંગા યાત્રા ની
વડાપ્રધાનનો કાફલો જ્યારે એરપોર્ટથી એરફોર્સ તરફ જતો હતો, ત્યારે આ રૂટ પર સ્ટેજ નંબર-૨ પર હાજર કર્નલ સોફિયા કુરેશીના પરિવારને જોઈને વડાપ્રધાને ગાડીને સ્ટેજ નજીક લઈ જવા સૂચના આપી હતી. જ્યારે વડાપ્રધાનની ગાડી નજીક આવી ત્યારે કર્નલ સોફિયા કુરેશીના પરિવારે મોદી પર ગુલાબની પાંખડી વરસાવી અભિવાદન કર્યું હતું. વડાપ્રધાન મોદી પણ અહીં થોડી ક્ષણ માટે રોકાઈને નમસ્તે કહ્યું હતું. આ સાથે જ મોદીએ સાંકેતિક ભાષામાં કર્નલ કુરેશીના પરિવારજનોને ‘કેમ છો, મજામાં?’ તેમ પૂછ્યું હતું. અને ત્યારબાદ વડાપ્રધાને હાથનો અંગૂઠો બતાવીને પ્રોત્સાહન આપ્યું હતું. આ અંગે કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના સુનસારાએ કહ્યું કે, ”અમને વડાપ્રધાન મોદીને મળીને સારું લાગ્યું. પીએમ મોદીએ મહિલા સશક્તિકરણ માટે ઘણું કર્યું છે. સોફિયા મારી જોડિયા બહેન છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે તમારી બહેન દેશ માટે કંઈક કરે છે, ત્યારે તે ફક્ત તમને જ નહીં, પરંતુ અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે. શાયના સુનસારાએ કર્નલ સોફિયા કુરેશીને ફક્ત પોતાની જ નહીં, પરંતુ દેશની બહેન ગણાવી હતી. કર્નલ સોફિયાના પરિવારજનોએ વડાપ્રધાનશ્રીના અભિવાદન સ્વીકૃતિની ક્ષણોને ગૌરવપૂર્ણ બતાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વડોદરાના નાગરિકો દ્વારા કરવામાં આવેલ ભવ્ય અને ઉષ્માભર્યા સ્વાગત બાબતે ટ્વીટ કર્યું છે જમા આ મહાન શહેરમાં આવીને ખુબ જ આનંદ થયો . એક શાનદાર શો હતો અને તે પણ સવારે ...આશીર્વાદ આપનાર બધા લોકોને આભાર .
ગોત્રી ઈસ્કોન મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ..!!
પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટય સ્થાનની પદયાત્રા-આમ્રોત્સવ
શહેરામાં અહિલ્યાબાઈ હોલકરની જન્મજયંતી નિમિતે શોભાયાત્રા
પોલીસ-પાલિકાનું રથયાત્રાનાં રૂટ પર નિરીક્ષણ
૪૪મી જગન્નાથ રથયાત્રાને લઈ પત્રકાર પરિષદ
પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલમાં રથયાત્રા યોજાઈ
રથયાત્રામાં બંદુકની સલામી માટે પરવાનગી ન મળી..!!
Your experience on this site will be improved by allowing cookies.